સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ દ્વારા સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન વી.એસ. લખાણી પી. જી.સેન્ટર ઓફ સોશ્યલ વર્ક (સેલ્ફ ફાઈનાન્સ ) વર્ષ ૨૦૦૯ થી શરૂ કરવામાં આવેલ છે. જેમ તબીબી વ્યવસાયમાં ડોક્ટર, કાયદાકીય વ્યવસાયમાં વકીલ કામ કરે છે તેથી જ સમાજકાર્યકર પણ વ્યવસાયિક રીતે કામ કરે છે. તેથી જ સમાજકાર્ય એક વ્યવસાય છે. સમાજકાર્યમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક જ્ઞાન, કુશળતા અને મુલ્યો દ્વારા તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સૈધ્યાંતિક જ્ઞાનની સાથે સાથે પ્રત્યક્ષકાર્ય દ્વારા શીક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. વિદ્યાર્થી વ્યક્તિ, જૂથ કે સમુદાયની સમસ્યાઓ ઉકેલી જરૂરિયાતવાળા લોકોને મદદ કરી શકે તે માટે સંવેદનશીલતા કેળવે અને સક્ષમ બને તે માટે તાલીમ આપવામાં આવે છે.
કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાએ ૪૦% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને કૉલેજ દ્વારા સીધો પ્રવેશ આપવામાં આવશે અને ન્યુનત્તમ લાયકાત SCST વિદ્યાર્થીઓને 5% ની છુટછાટ આપવામાં આવશે. સમાજકાર્ય એક વ્યવસાયિક સેવા છે. સમાજકાર્ય પારંગત એ ચાર સેમેસ્ટરનો પૂર્ણ સમયનો અભ્યાસક્રમ છે જેમાં ચાર સેમેસ્ટરમાં કુલ પચીસ પેપરનો અભ્યાસ કરવાનો હોય છે, જેમાં સૈધ્યાંતિક અને ક્ષેત્રકાર્યના પેપરનો સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રથમ સેમેસ્ટરમાં સપ્તાહના બે દિવસ અને દ્વિતીય સેમેસ્ટરમાં સપ્તાહનાં બે દિવસ ભાવનગર શહેરનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં ક્ષેત્રકાર્ય ઉપરાંત વિદ્યાર્થીઓ ગ્રામ્ય / વનવાસી સંસ્કૃતિને સમજતા થાય અને પ્રત્યક્ષ જ્ઞાન મળી રહે તે માટે ૧૦ દિવસ ગ્રામ્ય / વનવાસી શિબિર કરવામાં આવે છે. સેમેસ્ટર ત્રણમાં સંગઠિત ક્ષેત્રમાં કલ્યાણ અને વિકાસનાં ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી વિભાગો, કોર્પોરેટ કંપનીઓમાં ૩૦ દિવસ અને સેમેસ્ટર ચારમાં ૨૦ દિવસ ક્ષેત્રકાર્યમાં તથા ૩૦ દિવસ કેન્દ્રનિવાસ દ્વારા વિદ્યાર્થીઓને સધન તાલીમ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
શહેરી પ્રદુષણ અને ઘોંઘાટથી દુર રમણિય અને શાંત સ્થળે હવા – ઉજાસ સાથેની વ્યવસ્થા. આધુનિક સુવિધા યુકતા કોન્ફરન્સ હોલ, મલ્ટીમીડિયા પ્રોજેક્ટર, સાઉન્ડ સીસ્ટમ, ઓવરહેડ પ્રોજેક્ટર વગેરે. જુથ ચર્ચા અને અન્ય શૈક્ષણિક તથા સાંસ્કુતિક પ્રવૃતિઓ માટે સેમીનાર હોલની વ્યવસ્થા. વ્યવસ્થિત ફર્નીચર અને હવા ઉજાસ સાથેની લાયબ્રેરી અને જુદા જુદા વિષયના સામયિકો,મેગેઝીન અને ન્યુઝ પપેરની સુવિધા. સૈધ્યાંતિક જ્ઞાનની સાથે પ્રત્યક્ષ જ્ઞાન આપવાની સુવિધા. વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃતિઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત-ગમત વગેરેમાં સહભાગી બને તે માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવું.
# | Name | Designation | Photo |
---|---|---|---|
1 | MR. K.K. PANDYA | PEON 9th Pass |
![]() |
SARDAR PATEL EDUCATIONAL INSTITUTE Kalvibid, Bhavnagar-364002 Phone: 9408706098 Email: vslmsw@gmail.com WebSite: http://speibvn.org