શ્રીમતી એમ. એસ. લખાણી કન્યાવિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ
પરિચય :
વિશ્વ સ્તરે સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી કેળવણી ક્ષેત્રે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં કન્યાઓના ઉત્તમ શિક્ષણ માટે સુવિધાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓની તાતી જરૂરિયાતને લક્ષમાં લઈને કન્યાવિદ્યાલયની સ્થાપના ૨૦૦૩માં કરવામાં આવી હતી. વર્ષ -૨૦૦૩ થી સતત પ્રગતિ કરતી શ્રીમતી એમ. એસ. લખાણી કન્યાવિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ હાલમાં ૧૩૧૨ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવે છે તથા તથા ધોરણ – ૧ થી ૧૨ ધોરણ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીએ છીએ, માત્ર શૈક્ષણિક સ્તરે જ નહિ પરંતુ વિદ્યાર્થીમાં ઉચ્ચ સામાજિક મૂલ્યોનો વિકાસ થાય તેમજ સંસ્કાર સિંચન સારું થાય ટ[ હેતુથી આ વિભાગ કાર્યરત છે.
વિશેષતાઓ :
કલા :
ચિત્રકામ, હસ્તકલા, સંગીત, નૃત્ય આરતી-કોડિયા તથા ગરબા શણગાર, મહેંદી સ્પર્ધા, સ્વયંપાક, વર્ગ ખંડ સુશોભન, દિવાળી કાર્ડ જેવી અનેકવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં છૂપાયેલી આંતરશક્તિઓ અને કૌશલ્યને જાગૃત કરવા નિષ્ણાંત શિક્ષકો તાલીમ આપે છે.
રમત – ગમત :
કબડ્ડી, બાસ્કેટબોલ, ખો-ખો, ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનીસ, ગોળા ફેંક, ભલા ફેંક, લાંબી કૂદ, ઉંચી કૂદ, દોડ, કરાટે, યોગા જેવી રમતો દ્વારા વિદ્યાર્થીની શારીરિક અને માનસિક સુદ્દઢતા પ્રાપ્ત કરી ઉચ્ચ લક્ષ્યાંકો સિદ્ધ કરે તેવી તાલીમ તથા રમતોત્સવ અને વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. સ્કાઉટ એન્ડ ગાઇડ પ્રવૃત્તિ બાળકોનાં સર્વાંગી વિકાસની તક આપે છે. ટ્રેકિંગના આયોજનો પણ કરવામાં આવે છે. જેમાં રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક વિદ્યાર્થીનીઓ મેળવે છે.
રાષ્ટ્રીય અને સંસ્કૃતિક :
૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરીની ઉજવણી નિમિત્તે ભવ્ય પરેડ, રાષ્ટ્રીય નેતાઓ અને વૈજ્ઞાનિકોની જન્મજયંતી, તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી શૈક્ષણિક પ્રવૃત્તિનાં ભાગ રૂપે કરવામાં આવે છે. શાળાના વાર્ષિક દિન નિમિત્તે લોકનૃત્ય, ગરબા, નાટક, એકાંકી, મિમિક્રી, એકપાત્રીય અભિનય જેવા વિવિધતાસભર સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. વિદ્યાર્થીઓ આંતરશાળાકીય અને શહેર તેમજ રાજ્ય કક્ષાએ યોજાતા સંકૃતિક કાર્યક્રમમાં ભાગીદાર બને છે.
સામાજિક :
વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ, જેલ, પછાત વિસ્તારની મુલાકાત, અંધજન, હેલ્પેજ ઇન્ડિયા, ગ્લોબલ કેન્સર વગેરેમાં ફાળો આપી બાળકોમાં સામાજીક ઋણ અંગેની ભાવના કેળવવામાં આવે છે. સમૂહ સફાઈ, પર્યાવરણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો અને માહિતી આપવામાં આવે છે. સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.
ADMISSIONS ( એડમીશન પ્રક્રિયા )
પ્રવેશ માટેની સંખ્યા :
નવા સત્ર માટે વિદ્યાર્થીની હયાત સંખ્યા તથા D. E. O. પ્રમાણે તથા ટ્રસ્ટ મંજુર કરે તે અનુસંધાને સંખ્યા નક્કી કરવામાં આવે છે. ધોરણ – ૮ થી ૧૨ અને એક વર્ગ દીઠ ૬૦ સંખ્યા
જાહેરાતનું માધ્યમ :
સૌરાષ્ટ્ર સમાચાર ના દ્વારા પ્રવેશ જાહેરાત આપવામાં આવે છે.
પ્રવેશ ફોર્મ :
વાલીને સંસ્થાનું નિયત ફોર્મ આપવામાં આવે છે. તમાmમ વિગતો ભરીને ઓફીસમાં પરત મેળવવામાં આવે છે.
પ્રવેશ પરીક્ષા :
વિદ્યાર્થીની પ્રવેશ પરીક્ષા નીચે પ્રમાણે લેવામાં આવે છે.
ધોરણ – ૮ (Objective) | (માર્ક્સ–૫૦) |
ગણિત | ૧૫ |
વિજ્ઞાન | ૧૫ |
અંગ્રેજી | ૧૦ |
સામાજિક વિજ્ઞાન | ૧૦ |
કુલ ગુણ | ૫૦ |
ધોરણ – ૯ થી ૧૦ (OBJECTIV - SUBJECTIV) | (માર્ક્સ–૫૦) |
ગણિત | ૧૫ |
સામાજિક વિજ્ઞાન | ૧૦ |
અંગ્રેજી | ૧૦ |
વિજ્ઞાન અને ટેકનોલોજી | ૧૫ |
કુલ ગુણ | ૫૦ |
મૂલ્યાંકન :
(૧) પ્રવેશ પરીક્ષા પપેર Objective/Subjective રહેશે.
(૨) વિદ્યાર્થીઓએ ૫૦ % માર્ક્સ લાવવા જરૂરી છે. અન્યથા વિદ્યાર્થી પ્રવેશપત્ર નથી
(3) ધોરણ < ૧૧ – ૧૨ માં બોર્ડના રીઝલ્ટનાં આધારે પ્રવેશ આપવામાં આવે છે.
મેરીટ લીસ્ટ :
વિદ્યાર્થીનું મેરીટ લીસ્ટ પરીક્ષા તારીખથી પછીના દિવસે મુકવામાં આવશે.
ફી માટેનો સમય :
મેરીટ લીસ્ટમાં નામ આવ્યા પછી ત્રણ દિવસમાં વાલીએ ફી ભરવાની હોય છે. એકાઉન્ટ વિભાગમાં આચાર્યની સહી કરાવીને જમા કરાવાની હોય છે.
ફોર્મ સાથે જોડાવાની વિગત :
(૧) શાળાનું નિયત ફોર્મ (૨) ઓરીજનલ એલ.સી./ડાયસકોર્ડ ફરજીયાત છે.
(3) ધોરણ ૧૧ -૧૨ માટે FIRST ATTEMPT. (૪) વાર્ષિક પરીક્ષાનું પ્રમાણપત્ર.
(૫) આધારકાર્ડની ઝેરોક્ષ (૬) બેંક પાસબુકની ઝેરોક્ષ
શાળાનો સમય :
(૧) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સવાર : ૭ :૨૦ થી ૧ : ૩૦ ( સોમવાર થી શનિવાર)
# | Name | Designation | Photo |
---|---|---|---|
1 | PARMAR URMIBEN J. | PRINCIPAL DCP, M.Com. B.Ed. |
![]() |
2 | VAGHELA CHANDANIBEN R. | Asst. Teacher M.Com. B.Ed. |
![]() |
3 | DAVE RUPALBEN D. | Asst. Teacher M. A. B.Ed. |
![]() |
4 | KUNCHALA VIPULDAN N. | Asst. Teacher M. A. B.Ed. |
![]() |
5 | RAJYAGURU TUSHARBHAI T. | Asst. Teacher M. A. B.Ed. |
![]() |
6 | RATHOD KINNARIBEN R. | Asst. Teacher DIP. IN PAINTING / DIP. IN APPLIED ART. |
![]() |
7 | UTTANI JAYESHKUMAR H. | Asst. Teacher B. E. (Mech.) |
![]() |
8 | DULERA RAKESHKUMAR D. | Clerk B.A. I.T.I.-Computer |
![]() |
9 | PATEL HINABEN D. | Clerk B.Com. C. C. C. |
![]() |
10 | JANI BHARATBHAI S. | Peon 12 Pass – S.Y.B.A. |
![]() |
11 | GOHEL GEETABEN A. | Aayaben 8- PASS |
![]() |
12 | DABHI BHAGVATIBEN D. | Aayaben |
![]() |
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
Smt. M. S. Lakhani Kanya Vidyalaya Secondary & Higher Secondary (Guj.)
SARDAR PATEL EDUCATIONAL INSTITUTE Kalvibid, Bhavnagar-364002 Phone: 278 2562828 / 9727765753 / 9173311892 Email: smt_ms.lakhani@yahoo.com WebSite: http://speibvn.org