સમાજ ઉત્કર્ષ ભાવના અને ઉદાત્ત અભિગમ સાથે જુન ૨૦૦૮ થી સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના શૈક્ષણિક ઉત્થાન હેતુ સાથે કોઈપણ જાતની ફી વગર (વિનામૂલ્યે ) શ્રીમતી વસંતબેન જી.સુતરિયા હનુમંત બાલમંદિર તથા શ્રીમતી લક્ષ્મીબેન જી. સુતરીયા હનુમંત પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવેલ છે. સામાજિક જવાબદારીની ભાવના સાથે નિર્માણ પામેલ આ સંસ્થા ભાવનગરના આનંદનગરના પછાત વિસ્તારમાં શિક્ષણ સંસ્કારના મુલ્યોને સાકાર કરવા કાર્યરત છે.
આ શાળામાં બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત બાળકોને સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ તથા આરોગ્યની દ્રષ્ટિએ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો પણ આપવામાં આવે છે. તેમજ સરકારશ્રીના આદેશ મુજબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. બાળકોના ભણતરની (શિક્ષણની ) સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આનંદનગર વિસ્તારમાં શિક્ષણ માટેની લોકજાગૃતિનું કાર્ય પણ સંસ્થા દ્વારા થઇ રહ્યું છે.
વિદ્યાર્થીઓમાં વાચન, ગણન અને લેખન જેવા કૌશલ્યોનો વિકાસ. ભાર વિનાનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાનનો અભિગમ.. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દ્વારા રાષ્ટ્રભાવનાનો વિકાસ.. રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, અને ઉત્સવોની ઉજવણી દ્વારા વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓનો વિકાસ.. બલોત્સવ, પ્રદર્શનો અને પ્રવાસનું આયોજન.. વાલી મીટીંગ અને વાલી પ્રશિક્ષણ.. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન.
તાલીમ પામેલ શિક્ષણગણ. શૈક્ષણિક સાધનો અને શૈક્ષણિક રમકડાની સુવિધા. પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલબેગ, પૌષ્ટિક નાસ્તાની વિનામૂલ્યે સુવિધા. વિનામૂલ્યે શિક્ષણ અને આનુષંગિક સુવિધા. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરક અને પ્રોત્સાહક વાતાવરણ..
# | Name | Designation | Photo |
---|
SARDAR PATEL EDUCATIONAL INSTITUTE Kalvibid, Bhavnagar-364002 Phone: 278 2562828 / 2471437 Email: speibvn@gmail.com WebSite: http://speibvn.org