OUR SECTION



ABOUT US

સંસ્થાનો પરિચય

લોકોની માંગને કારણે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને સમાજના શ્રેષ્ઠ નાગરિક અમારી સંસ્થા દ્વારા ઘડાઈને સમાજ અને દેશને સમર્પિત થઇ શકે તે જ ઉદ્દેશ સાથે અમારા સંકુલમાં ગુજરાતી માધ્યમ માટે મિશ્ર શાળા શરુ કરવામાં આવેલ છે. જેમાં શ્રી ગગજીભાઇ જી. સુતરિયા પ્રા. શાળા અને શ્રી ઝવેરભાઈ કે. મેંદપરા માધ્યમિક શાળાનું મંગલ પ્રસ્થાન કરીને અમારા વટવૃક્ષને આગળ ધપાવવા માટેનું ભગીરથ કાર્ય અમારી સંસ્થાના વડાઓ દ્વારા ખુબ જ પ્રશંસનીય રીતે થઇ રહ્યું છે.

શાળાની વિશેષતાઓ

શહેરથી દુર અને પ્રદુષણ અને ઘોંઘાટથી રમણિય વાતાવરણ વચ્ચે હવા ઉજાસવાળું સૌથી આધુનિક ભૌતિક સુવિધાયુક્ત સંકુલ ઉભું કરવામાં આવેલ છે. શાળામાં સમગ્ર રીતે તાલીમબદ્ધ શૈક્ષણિક સ્ટાફ દ્વારા બાળમાનસપટને શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ કરી સમાજ અને દેશને સાચો નચિકેતા આપવા માટે સતત કાર્યશીલ છે. બાળકોના સતત શિક્ષણના મૂલ્યાંકન અભિગમ સાથે દર માસના અંતમાં ૩૦ ગુણની ટેસ્ટનું આયોજન કરી પરિણામ તૈયાર કરી અને વાલી મીટીંગમાં બાળકોના પ્રોગ્રેસ રીપોર્ટ પહોચાડવામાં આવે છે. જેથી બાળકો ઉપર વાલી પણ ઘરે સતત ધ્યાન આપી શકે. બાળકના અભ્યાસની સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે તે હેતુથી જ કરાટે, યોગ, રમતગમત, પ્રાણાયામ, હળવી કસરતો વિગેરેનું આયોજન કરવામાં આવે છે. બાળકોની વકતૃત્વ શક્તિ ખીલવવા અને બાળક બધાની વચ્ચે આત્મવિશ્વાસથી બોલી શકે તે હેતુથી સમૂહ પ્રાર્થના અને વિવિધ રજુઆતો બાળકો દ્વારા જ કરવામાં આવે છે. સમૂહભાવના કેળવાય અને પરસ્પર આત્મીયતાથી રહેતા શીખી શકે તે માટે વિવિધ પ્રવૃતિઓ થાય છે. બાળકોના અભ્યાસ પછી પણ સહ-અભ્યાસક પ્રવૃત્તિ દ્વારા વિવિધ બાહ્ય પરીક્ષાઓ, વિવિધ સ્પર્ધાઓ, પ્રવાસ-પર્યટન, સાહસિક-પ્રવૃતિઓ, જનરલ નોલેજ સ્પર્ધાઓ દ્વારા બાળ માનસપટને વધારે ખીલવા માટેનો સતત પ્રયાસ કરવામાં આવે છે.

શૈક્ષણિક પ્રવૃત્તિ

રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા હિન્દી પરીક્ષાઓનું આયોજન, ગાંધીદર્શન પરીક્ષા, નિબંધલેખન, સુલેખન,વકતૃત્વ સ્પર્ધા, આજના યુગમાં બાળકને કમ્પ્યુટરનું જ્ઞાન પણ ખુબ જ હિતાવહ છે. તેને ધ્યાને લઈને આધુનિક કોમ્પ્યુટર્સની લેબનું આયોજન કરેલ છે.

શાળાનો સમય

ધો. ૧ થી ૧૦ : સોમ થી શુક્ર : શાળાનો સમય : સવારના ૭-૩૦ થી ૧૨-૩૦ શનિવારનો સમય : સવારે ૭-૩૦ થી ૧૧-૦૦ સુધીનો રહેશે.

શાળાનો ગણવેશ

ધો.૧ થી ૬ : ભૂરી લાઈનવાળો શર્ટ, બ્લુ કલરની ચડ્ડી / પીના ફોર્મ, બ્લુ ટાઈ, સફેદબેલ્ટ, સફેદ મોજા ધોરણ ૭ અને ૧૦ માટે : ડ્રેસ ઉપર મુજબ ફક્ત પેન્ટનો ફેરફાર રહેશે.

Staff Details

# Name Designation Photo
1 BHATT DIPTIBEN RAMESHCHANDRA Principal
M.A, B.ED
2 RAJAI HARESHBHAI DEVABHAI Vice Principal
P.T.C. M.Com B.ed
3 PATEL VAISHALI KISHORBHAI Asst. Teacher
M.A. B.ED.
4 TRIVEDI BHAVNABEN SHAILENDRAKUMAR Asst. Teacher
M.A. B.ED.
5 VASANI ASMITA KISHORBHAI Asst. Teacher
M.A. B.ED.
6 MAKWANA PANCHMESHVARI MOHANBHAI Asst. Teacher
B.A. B.ED.
7 GONDALIYA VANDANA PRAKASHBHAI Asst. Teacher
B.COM, B.ED
8 KEVDIYA REKHABEN BHAVANBHAI Asst. Teacher
B.A. B.Ed.
9 DANI APARNABEN CHANDRKANTBHAI Asst. Teacher
M.Sc. /M.A .EDU.
10 MIYANI PAYAL VALLABHBHAI Asst. Teacher
M.A. B.ED.
11 MANDALIYA HETAL MUKESHBHAI Asst. Teacher
M.A. B.Ed.
12 DESAI NEEMISHBEN CHIRAGBHAI Asst. Teacher
B.COM, B,Lib
13 RAO PARAS KISHORKUMAR Asst. Teacher
B.Sc. B.Ed.
14 PATEL JIGNASHA KEYRURBHAI Asst. Teacher
M.A.B.Ed.
15 BHATT BAKULESH BHASKARRAY Clerk
B.A/ CCC
16 BARAIYA PRABHABEN SHANTIBHAI Peon
No Toopers Details Available.

SUBJECTWISE EXHIBITION

Shree Gagjibhai G. Sutaria Prathmik Shala Primary (Guj.)

  • Posted: 01-01-1970

SCIENCE FARE

Shree Gagjibhai G. Sutaria Prathmik Shala Primary (Guj.)

  • Posted: 15-07-2017

KALAMAHAKUMBH

Shree Gagjibhai G. Sutaria Prathmik Shala Primary (Guj.)

  • Posted: 28-07-2017
CONTACT US

Shree Gagjibhai G. Sutaria Prathmik Shala Primary (Guj.)

SARDAR PATEL EDUCATIONAL INSTITUTE
Kalvibid, Bhavnagar-364002
Phone: 9727768594
Email: ggs.speibvn@gmail.com
WebSite: http://speibvn.org



Social Network