શાળાબહારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાય છે. એક જ વર્ગમાં માર્યાદિત સંખ્યા વચ્ચે બે શિક્ષકોની હાજરી બાળક પર પુરતું વ્યક્તિગત ધ્યાન અપાય છે. શાળાની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી થાય છે. જેમાં બાલ ગીતો, અભિનય ગીતો , નાટકો વગેરેની રજૂઆત શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.
બાલ મંદિરમાં વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે રમત-ગમત, પોયમ કોમ્પીટીશન, વેશભૂષા સ્પર્ધા, સર્જનાત્મક પ્રવૃતિઓ, માટીકામ,પપેટ શો, તેમજ મોન્ટેસરી સાધનો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.
બાલ મંદિરમાં દર મહીને એક સ્થાનિક પ્રવાસનું આયોજન કએરવામાં આવે છે જેમાં બાળકોને નવી- નવી જગ્યાઓનો પરિચય મળે છે.
બાલમંદિરના પ્રથમ વર્ષ માટે ડિસેમ્બર માસમાં પ્રવેશ ફોર્મ મળશે. વાલીએ પ્રવેશ ફોર્મ ઓફિસમાંથી મેળવી, યોગ્ય માહિતી ભરીને જરૂરી પ્રમાણપત્રો સાથે ઓફિસમાં પરત આપવાનું રહેશે.
જન્મતારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પરિણામપત્રક, ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર (સંબંધિત શાળાનું ), દાકતરી પ્રમાણપત્રક (ખાસ કિસ્સાઓમાં ) વાલીના શૈક્ષણિક પ્રમાણપત્રો.
શાળા છોડવા અંગે એક માસ પહેલા સૂચિત કરવું અથવા એક માસની ફી ચુકવવાની રહશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અરજી કર્યાના સાત દિવસમાં આપવામાં આવશે.
શાળામાં ભરેલ કોઇપણ પ્રકારની ફી કોઇપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી. શાળામાં ફી દર ત્રણ મહિને ભરવાની રહેશે. ફી ની માહિતી, પ્રવેશ ફોર્મ અને ગણવેશ અંગેની માહિતી ઓફિસમાંથી મળી શકશે.
SARDAR PATEL EDUCATIONAL INSTITUTE Kalvibid, Bhavnagar-364002 Phone: 278 2562828 / 2471437 Email: speibvn@gmail.com